સુખનો સ્વભાવ – તમારા માટે સુખ એટલે શું અને તેની સાચી પરિભાષા શું વાંચો અને જાણો

જ્યારે કવિ શ્રી નરસિંહ મેહતાના ધર્મ પત્નીનો દેહાંત થયો ત્યારે કવિને ખરેખર દુઃખ થવું જોઈએ. શોક વ્યક્ત કરવો જોઈએ. પરંતુ નરસિંહ મેહતાનું તો ઉલ્ટું થયું. ન એ દુઃખી થયા કે ના એમણે શોક વ્યક્ત કર્યો. એમનાં મુખમાંથી એક જ શબ્દો નીકળ્યાં, “ભલું થયું ભાંગી જંજાળ , સુખે ભજીશું શ્રી ગોપાલ”.

સુખનો સ્વભાવ – તમારા માટે સુખ એટલે શું અને તેની સાચી પરિભાષા શું વાંચો અને જાણો

મિત્રો સુખ અને દુઃખ ક્યારેય જીવનમાં આવતા જ નથી. એ તો માત્ર વ્યક્તિનાં પોતાના સ્વભાવને આધીન હોય છે. એનું ઉતમ ઉદાહરણ આપના આદિકવીને જ જોઇલો.

સુખનો સ્વભાવ એટ્લે ખુદ ભક્ત કવિ નરસિંહનું જીવન ચરિત્ર, એનો સ્વભાવ , કે પોતાની દિકરીની સાસરીમાં મામેરુંનો પ્રસંગ છે. પોતાની પાસે એક પણ પૈસો નથીને છ્તાં ચિંતા કરવાની જગ્યાએ બોલ્યો , “ મારે શું ચિંતા મારો દ્વારિકાધીશ બેઠો છે હજાર હાથ વાળો . કરશે એ બધુ” ને પોતે બિંદાસ શ્રધ્ધામાં, ભક્તિમાં લીન થઈ જાય છે,

સુખ વ્યાખ્યાની કલ્પના કરીએ તો ભગ્યેજ આવા સુંદર વિચાર ધરાવતું ઉદાહરણ બીજે ક્યાંય જોવા મળે. આતો થઈ વાત ભક્ત નરસિંહની. એમની દૃષ્ટિએ સાચું સુખ એટલે સંપૂર્ણ કૃષ્ણમય બનીને જાતને ભુલવી.

પણ શું આપણી દૃષ્ટિએ પણ સુખનો આવો જ સ્વભાવ હોય? સુખી તો આ સૃષ્ટિનાં તમામ જીવ હોય છે. લગભગ બધા જ લોકોએ સુખને પોતાનાં જીવનમાં ખુબ નજીકથી માણ્યું, જોયુ ને અનુભવ્યુ પણ હશે જ! તો ચાલો આપણે એમને જ પૂછીએ કે આ સુખનો સ્વભાવ એટલે શું ?

મિત્રો આ જીવન એ બે સિક્કા જેવુ છે. એક તરફ દુખ છે. તો એ જ દુખ તમને ડબલ સુખ આપતું જાય છે. જીવનમાં સુખ કે દુખ જેવી કોઈ વસ્તુ છે જ નહી. આ તો જ્યારે આપણે અભાવમાં હોય ત્યારે એ અભાવને આપણે જ આપણા વિચારોથી એવુ માનીએ છીએ કે હું ખુબ દુખી છું.અને જ્યારે થોડા જ સમય પછી આપણે જ એવું કહેશું કે સમય તો સમયનું કામ કરે છે. દુખ હતું તે હવે સમય સાથે ચાલ્યું ગયું. હવે મારે ખુબ શાંતિ છે.

સાચુને ? આ શબ્દો તો ચવાઈ ગયા છે. રોજ કોઈનાં મોઢે તો આવું સાંભળવા મળતું જ હશે. પણ સમય એટલે શું? સમયને જો આપણે જ સમજી શકતા હોત ,જાણતા હોત તો શું આપણે સુખનાં સમયને જતો રોકી ન લેતા હોત !
આપણું મન એ સતત આવા જ વિચારોમાં ગતિ કર્યા જ કરે છે. આપણુ મન એ ગતિશીલ ને વિચારશીલ છે. એટલે મનમાં સતત કોઈને કોઈ વિચારો તો આવ્યા જ કરવાના. પણ હા કેવા વિચારો કરવા , કે પછી અમુક પ્રકારના આવતા વિચારોને અટકાવવા માટે આપણે ખુદ ગતિશીલ થવું પડતુ હોય છે.

આ વિષયને સમજવા માટે એક ઉતમ ઉદાહરણ જોઈએ. એક સ્ત્રી જ્યારે માતા બનવા જઈ રહી છે. ત્યારે એને કેટલીય વેદના ને પિડાઓને સહન કરવી પડતી હોય છે. પણ માતા બનવાની ખુશી જ એટલીબધી વધારે હોય છે કે એ સ્ત્રીને કોઈજ પીડા કે દર્દની અસર જ નથી થતી હોતી.

દર મહીને પોતાનાં શરીરની રચનામાં થતું પરિવર્તન, પોતાની રહેણીકરણમાં, ખાન પાન જેવી નાની નાની વાતનું ધ્યાન રાખવું સતત નવ નવ મહીનાઓ સુધી , પ્રસુતીની એ વેદના અસહ્ય વેદના વચ્ચે જ્યારે એક નાનકડું , કોમળ મુલાયમ , ફુલોની કળી જેવું કોમળ બાળકનાં સ્પર્શ સાથે જ એ નવ નવ મહીનાની વેદના ,દર્દ ,પીડાનો અહેસાસ પણ નથી થતો હોતો, એ પીડા વચ્ચેપણ ત્યારે એક પરમ સુખની પ્રાપ્તિનો અહેસાસ જ થાય છે

  • સુર્યોદયને
  • ઉમંગથી વધાવી,
  • સુખ પામીએ તૃપ્તિ ત્રીવેદી “ તૃપ્ત” .

મિત્રો સુખની ઉત્પતિ ત્યારે જ થાય છે જ્યારે એનાં મૂળમાં ખુબ દુખ અને દર્દ રહ્યાં હોય છે. અને જે એ દર્દ, દુખને હસતા હસતા સ્વિકાર કરે છે. એને જ આ સુખની પ્રપ્તિ થાય છે. આ સુખનો સ્વભાવ છે. કે અભાવ પછી જ સુખ આવે. અને જેવુ તમારી પાસે સુખ આવે છે એટલે આપોઆપ તમે તમારા ભુતકાળની એ પીડા , દર્દ કે વેદનાને ભુલી જ જવાના છો. જેમ માતા બન્યા પછી એની પીડા યાદ નથી રહેતી એમ જ.

મિત્રો સુખની ઉત્પતિ ત્યારે જ થાય છે જ્યારે એનાં મૂળમાં ખુબ દુખ અને દર્દ રહ્યાં હોય છે. અને જે એ દર્દ, દુખને હસતા હસતા સ્વિકાર કરે છે એને જ આ સુખની પ્રપ્તિ થાય છે.

Leave a Comment