Indian Airforce Bharti 2024: ધોરણ 10 પાસ માટે આવી વાયુ સેનામાં ભરતી, અરજી પ્રક્રિયા શરૂ

લાયક અને રસ ધરાવતા યુવાઓ 17 ઓગસ્ટ 2024 થી અરજી ફોર્મ ચાલુ થઇ ગયેલ છે વહેલી તકે અરજી કરી દેવાની રહેશે.

 Indian Airforce Bharti 2024: ઇન્ડિયન એરફોર્સ માં આવી ભરતી 2024, ઇન્ડિયન એરફોર્સ દ્વારા અગ્નીવીર - વાયુ હાઉસકીપિંગ અને અન્ય વિવિધ જગ્યાઓ માટે આવી 10 પાસ માટેની ભરતી. ઇન્ડિયન એરફોર્સ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. લાયક અને રસ ધરાવતા યુવાઓ 17 ઓગસ્ટ 2024 થી અરજી ફોર્મ ચાલુ થઇ ગયેલ છે વહેલી તકે અરજી કરી દેવાની રહેશે.

Indian Airforce Bharti 2024

Indian Airforce Bharti 2024: ઇન્ડિયન એરફોર્સ માં આવી અગ્નીવીર અને અન્ય જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. ઈચ્છુક અરજદારોએ અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. આ ઇન્ડિયન એરફોર્સ માં ભરતી બિન હથિયારી જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલ છે. અરજદારોએ 17 ઓગસ્ટ થી 02 સપ્ટેમ્બર સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. આ ઇન્ડિયન એરફોર્સ માટે ધોરણ 10 પાસ હોવું જરૂર છે.

ઇન્ડિયન એરફોર્સ ભરતી 2024 વય મર્યાદા

ઇન્ડિયન એરફોર્સ ભરતી 2024 માટે જેનો જન્મ 02/01/2004 થી 02/07/2007 ના વચ્ચે થયો હોવો જોઈએ. રજીસ્ટ્રેશન શરુ થવાની તારીખે તેમની વય 21 વર્ષ હોવી જોઈએ.

આ પણ વાંચો : ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી, જાણો ક્યારે થશે GDSનું મેરીટ લીસ્ટ જાહેર ? 

ઇન્ડિયન એરફોર્સ ભરતી 2024 અરજી ફી 

આ ઇન્ડિયન એરફોર્સ માટે યુવાઓએ કોઈપણ પ્રકારની ચુકવણી કરવાની થતી નથી. યુવાઓએ નિશુલ્ક અરજી ફોર્મ ભરી શકશે.

ઇન્ડિયન એરફોર્સ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.

પસંદગી પ્રક્રિયા 

અરજી ફોર્મ ભર્યા બાદ અરજદારોની પસંદગી પરીક્ષા

- ફીઝીકલ ટેસ્ટ

- સ્ટ્રીમ સુટેબીલીટી ટેસ્ટ

- ડોક્યુમેન્ટ વેરીફીકેશન 

- મેડીકલ ટેસ્ટ

મેરીટલ સ્ટેટસ

ઇન્ડિયન એરફોર્સ ભરતી માટે એવા યુવાઓ જ ફોર્મ ભરી શકશે જેમના લગ્ન ના થયા હોય. અગ્નીવીર માટેની ભરતી માં નિયમો દ્વારા અગ્નીવીરના 4 વર્ષ ના અંદર યુવાઓને લગ્નથી વંચિત રાખવામાં આવશે જેમની નોંધ લેવી. પછી યુવાઓ ભલે લગ્ન (Married) માટે લાયક થયા હોય. 

જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો

અરજી ફોર્મની પ્રક્રિયા

ઇન્ડિયન એરફોર્સ ની જગ્યાઓ માટે ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે. બહાર પડેલ નોટિફિકેશન માં અરજી ફોર્મ આપેલ છે. ત્યારબાદ અરજી ફોર્મમાં મહત્વની વિગતો ભરવાની રહેશે. અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજની કોપી (ઝેરોક્ષ) જોડવાની રહેશે. અરજી ફોર્મ ને સત્તાવાર જાહેરાત માં દર્શાવેલ સરનામાં પર અંતિમ તારીખ પહેલા મોકલવાનું રહેશે.

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.