Gujarat Vahali Dikri Yojana: ગુજરાત વ્હાલી દીકરી યોજના ફોર્મ, ગુજરાત દ્વારા દીકરીઓના ભવિષ્ય માટે એટલે કે શિક્ષણ / સશક્તિકરણ માટે શરુ કરવામાં આવેલ મહત્વાકાંક્ષી પહલ છે. આ વ્હાલી દીકરી યોજનાનો ઉદેશ્ય ગરીબ અને વંચિત દંપતીઓની દીકરીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે અને આત્મનિર્ભર બનવવાનો છે.
Gujarat Vahali Dikri Yojana - ગુજરાત વ્હાલી દીકરી યોજના
Gujarat Vahali Dikri Yojana: વ્હાલી દીકરી યોજના ફોર્મ. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર અંતર્ગત દીકરીઓ (Daughter) માટે વિવિધ યોજનાઓ (Scheme) અમલમાં મુકવામાં આવેલ છે. જેમ કે કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અને એવી અન્ય વિવિધ યોજના બહાર પાડવામાં આવેલ છે. તેમજ આપડે ગુજરાત માં મહિલાની સુરક્ષા અને સલામતી અને વિકાસ માટે Women & Child Development Department ની શરૂઆત કરવામાં આવેલ છે. આ વિભાગ અંતર્ગત મહિલાઓના સશક્તિકરણ અને વિકાસ માટે વિવિધ યોજનાઓ જાહેર કરેલ છે. જેવી કે મહિલાઓ ના આર્થિક અને સ્વ વિકાસ માટે વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપે આર્થીક પુનલગ્ન, વિધવા સહાય યોજના જેવી વિવિધ યોજનાઓ.
વ્હાલી દીકરી યોજના માહિતી
- યોજના નામ : વ્હાલી દીકરી યોજના
- કોના દ્વારા લોચ કરાયું : ગુજરાત સરકાર દ્વારા
- કોના માટે લાભ દાયક છે? : દીકરીઓ માટે
- અરજી કરવાની રીત : ઓફલાઈન / ઓનલાઈન
- લાભો : નાણાકીય લાભ
વ્હાલી દીકરી યોજનાનો હેતુ ?
- બાળ લગ્ન અટકાવવા.
- દીકરીઓની વસ્તીમાં વધારો કરવા માટે.
- દીકરીઓના શિક્ષણ અને કૌશલ્ય ને વધારવા.
- મહિલાઓના સશક્તિકરણ વિકાસ માટે.
- મહિલાઓને આત્મનિર્ભર બનવવા માટે.
વ્હાલી દીકરી યોજના માટે પાત્રતા
વ્હાલી દીકરી યોજના પુરાવાઓની પ્રમાણિત નકલ
- દીકરીનો જન્મ તારીખનો દાખલો
- માતા અને પિતાના આધાર કાર્ડ
- માતા અને પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનો દાખલો
- માતા અને પિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- અરજદારોના પહેલા બાળકોના જન્મ તારીખના દાખલા
- અરજદારના રાશન કાર્ડ ની નકલ
- સક્ષમ અધિકારી સક્ષમ કરેલ અરજદારનું સોગંદનામું
- માતા અને પિતાના બેંક ખાતાની પાસબુક
- માતા અને પિતાના લગ્નનું સર્ટીફીકેટ / પ્રમાણપત્ર
- દીકરીનું આધાર કાર્ડની નકલ
પરિવાર સબંધિત પાત્રતા
- દીકરીના માતા અને પિતા ગુજરાત રાજ્યના હોવા જોઈએ.
- દીકરીના પિતા જીવિત હોવા જોઈએ.
- દીકરીના પરિવારની આખા વર્ષ એટલે કે વાર્ષિક આવક 2 લાખ કરતા ઓછી હોવી જોઈએ.
- યોજનાનો લાભ એક પરિવારમાં ત્રણ દીકરીઓ પુરતો છે.