Rajpipla Nagarpalika Bharti 2024: લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ, અરજી અને અન્ય વિગત જાણો

Rajpipla Nagarpalika Bharti 2024,

 Rajpipla Nagarpalika Bharti 2024 - રાજપીપળા નગરપાલિકામાં મંજુર થયેલ લધુતમ મહેકમ પૈકી ખાલી પડેલ જગ્યાઓ માટે મેં. પ્રાદેશિક કમીશ્નરશ્રી સુરત દ્વારા તારીખ 31/01/2024 ના રોજ મંજુરીને આધીન ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેલી તારીખ 17/08/2024 ના રોજ સાંજના 5:00 વાગ્યા સુધીમાં નગરપાલિકાને મળે તે મુજબ અરજી કરવાની રહેશે. 

Rajpipla Nagarpalika Bharti 2024

ઉમેદવારોની લાયકાતના આધારે અને અન્ય શરતો નીચે મુજબ છે. જે મુજબની રસ ધરાવતા અને લાયકાત  ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં એપ્લીકેશન ફોર્મ ભરવાનું રહેશે. વધુ માહિતી માટે નગરપાલિકાના મહેકમ શાખાનો સંપર્ક કરવાનો રહેશે. 

Rajpipla Nagarpalika Bharti 2024 Overview

  • ભરતી બોર્ડ : રાજપીપળા નગરપાલિકા
  • પોસ્ટનું નામ : વિવિધ પોસ્ટ્સ
  • કુલ જગ્યાઓ : 06
  • ભરતી લોકેશન : ગુજરાત
  • અંતિમ તારીખ : 17, ઓગસ્ટ 2024
  • અરજી પ્રકાર : ઓફલાઈન

પોસ્ટનું નામ:

  • ઇન્ટરનલ ઓડીટર
  • ટેક્ષ રીકવરી કારકુન
  • કેશિયર કામ ક્લાર્ક
  • સેકન્ડ વાયરમેન
  • વોટર વોર્કસ ઇન્સ્પેકટર
  • સીનીયર સર્વેયર

કુલ જગ્યાઓ:

  • 06

શૈક્ષણિક લાયકાત :

ઇન્ટરનલ ઓડીટર : કોમર્સ ગ્રેજ્યુએટ બીજા વર્ગ સાથે પાસ અને સરકારશ્રીની પ્રવર્તમાન જોગ્યાઈ અનુસાર કોમ્પુટર પરીક્ષા પાસ.

ટેક્ષ રીકવરી કારકુન : ગ્રેજ્યુએટ અને સરકારશ્રીની પ્રવર્તમાન જોગ્યાઈ અનુસાર કોમ્પ્યુટરની પરીક્ષા પાસ

કેશિયર કામ ક્લાર્ક : કોમર્સ ગ્રેજ્યુએટ અને સરકારશ્રીની પ્રવર્તમાન જોગ્યાઈ અનુસાર કોમ્પ્યુટરની પરીક્ષા પાસ

સેકન્ડ વાયરમેન : ધોરણ 12 પાસ ITI સેકન્ડ ક્લાસ વાયરમેનનો કોર્સ

વોટર વર્કસ ઇન્સ્પેકટર : ડીપ્લોમાં સિવિલ ઈજનેર અથવા ડીપ્લોમાં ઇન મીકેનીકલ ઈજનેર માન્ય યુનિવર્સીટીની ડીગ્રી અને અને સરકારશ્રીની પ્રવર્તમાન જોગ્યાઈ અનુસાર કોમ્પ્યુટરની પરીક્ષા પાસ

સીનીયર સર્વેયર : ડીપ્લોમાં સિવિલ ઈજનેર અથવા ડીપ્લોમાં ઇન મીકેનીકલ ઈજનેર માન્ય યુનિવર્સીટીની ડીગ્રી અને અને સરકારશ્રીની પ્રવર્તમાન જોગ્યાઈ અનુસાર કોમ્પ્યુટરની પરીક્ષા પાસ 

ઉંમર મર્યાદા:

  • લધુત્તમ : 18 વર્ષ
  • મહત્તમ : 33 વર્ષ

પસંદગી પ્રક્રિયા:

  • ઇન્ટરવ્યુ

અરજી કરવાની રીત:

  • ઉપરોક્ત જગ્યા માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેલ તારીખ 17/08/2024 ના રોજ સાંજના 05:00 કલાક સુધીમાં ચીફ ઓફિસરશ્રી, રાજપીપળા નગરપાલિકા ૩૯૩૧૪૫, તાલુકા નાંદોદ, જીલ્લો નર્મદા ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી અથવા સ્પીડ પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે. આ સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. અરજદારોએ અરજી ફોર્મ બંધ કવર ઉપર કઈ જગ્યા માટે અરજી કરેલ છે તેની માહિતી સ્પષ્ટ દર્શાવવાની રહેશે. અરજદાર દ્વારા એક એક પોસ્ટ  બે અરજી ફોર્મ ભરવામાં આવેલ હોય ત્યારે આખરી અરજી ફોર્મ માન્ય રાખવામાં આવશે.
અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝ ફોટો નંગ ૧, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, શૈક્ષણિક લાયકાતની સ્વોપ્રમાણિત નકલ તથા જગ્યા લાગુ પડતું હોય ત્યાં અનુભવનું પ્રમાણપત્ર અને સીસીસીનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે. અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ/અનામત અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું માન્ય પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. OBC ના ઉમેદવારે માન્ય નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ દર્શાવાનું રહેશે. જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખની સ્થિતિએ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
ઉપરોક્ત જગ્યા માટે અરજી સાથે બિન અનામત ઉમેદવારે ફી પેટે રૂ. 300/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ, ચીફ ઓફિસરશ્રી, રાજપીપળા નગરપાલિકાના નામથી અરજી સાથે મોકલવાનો રહેશે. અનામત ઉમેદવારે તથા સ્ત્રી અરજદારે કોઈપણ અરજી ફી ભરવાની રહેશે નહી.


સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદા સરકારશ્રીના નીતિ નિયમ મુજબ લધુત્તમ 18 અને મહતમ 33 વર્ષની રહેશે. અને સામાન્યવર્ગની સ્ત્રી અરજદાર તથા અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા સરકારશ્રીના નીતિ નિયમો મુજબ રહેશે. પરંતુ આવા ઉમેદવારોએ જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રી નું માન્ય અને અધતન સર્ટીફીકેટ અરજી સાથે જોડવાનું રહેશે. તારીખ 30/06/2024 ની સ્થિતિએ વયમર્યાદા ગણવાની રહેશે.

ભરતી માટેનું અરજી ફોર્મ રાજપીપળા નગરપાલિકાની મહેકમ શાખામાંથી મેળવવાનું રહેશે. માન્ય અરજદારોના અરજી ફોર્મ સિવાયની અરજી માન્ય રાખવામાં આવશે નહી. ઉપરોક્ત જગ્યાઓ પૈકી એક કરતા વધુ જગ્યા માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ અલગ અલગ જગ્યા માટે અલગ અલગ અરજીઓ કરવાની રહેશે, જો એક જ અરજીપત્રકમાં એક કરતા વધુ જગ્યા માટે અરજી કરેલ હશે તો અરજીપત્રક રદ્દ ગણવામાં આવશે.

જાહેરાત વાંચવા  : અહી ક્લિક કરો

અંતિમ તારીખ : 17, ઓગસ્ટ 2024

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.