PM Awas Yojana Form 2024 : PM આવાસ યોજના ફોર્મ કેવી રીતે ભરવું ? ક્યાં દસ્તાવેજ જોઈએ, અહી વાંચો સંપૂર્ણ માહિતી

PM Awas Yojana Form 2024, PM આવાસ યોજના, PMAY,

 PM Awas Yojana Form 2024 : PM આવાસ યોજના ફોર્મ અને ડોક્યુમેન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 (PMAY 2024) દ્વારા તમારે મકાનની જરૂર હોય તો આ રીતે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો, જરૂરી દસ્તાવેજ શું જોઈએ એ પણ ચેક કરી લો.

PM Awas Yojana Form 2024

PM Awas Yojana Form 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના 2015 માં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. PMAY ની શરૂઆત સમાજના ગરીબ વર્ગોને પોસાય તેવા વ્યાજબી ભાવના મકાનો આપવા માટે આ યોજના શરુ કરવામાં આવેલ હતી. આપડા ભારતમાં  ગ્રામીણ અને શહેરી બંને  પ્રકારની PM આવાસ યોજના ચાલુ છે. હાલમાં જ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ PM આવાસ યોજનાને ;લાગતી મોટી જાહેરાતો કરી હતી.

3 કરોડ થી વધુ ઘરોમાંથી 2 કરોડ મકાન PM આવાસ યોજના ગ્રામીણ દ્વારા બનાવવામાં આવશે, જયારે 1 કરોડ મકાન PM આવાસ યોજના શહેરી દ્વારા બનાવવામાં આવશે. તમને જણાવીએ કે, PM આવાસ યોજના 2024 ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન બંને ભરવાનું ચાલુ છે. PM આવાસ યોજના માટે PMAY (https://pmaymis.gov.in/) ની વેબસાઈટ પર જઈને વીજીટ કરી શકો છો. જો તમે પણ Pradhanmantri Awas Yojana (PMAY 2024) હેઠળ House લેવા માંગો છો, તો તમે અત્યારે જ Online Form Apply પ્રક્રિયા સંપૂર્ણ કરી જણાવીશું...

PM Awas Yojana 2024 જરૂરિયાત દસ્તાવેજો

- ઓળખનો પુરાવો

  • પાન કાર્ડ
  • આધાર કાર્ડ
  • ચુંટણી કાર્ડ
  • દ્રાઈવિંગ લાયસન્સ
- જો અરજદાર બક્ષીપંચ માં આવતા હોય તો તે પુરાવા રજુ કરવાના રહેશે.

- ભારતીય હોવાનો પુરાવો રજુ કરવાનો રહેશે. પાસપોર્ટ આપી શકાય છે.

- આર્થિક રીતે નબળા હોય તો તેમના પ્રમાણપત્ર અથવા આવકનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

- નોકરી કરતા હોય તો પગાર સ્લીપ રજુ કરવાની રહેશે.

- IT રીટર્ન ની માહિતી (જો હોય તો)

- મિલકત મુલ્યાંકન માહિતી (જો હોય તો)

- અરજદાર પાસે હાલમાં ઘર નાં હોવાનો પુરાવો રજુ કરવાનું રહેશે.

- અરજદાર આ PM Awas Scheme હેઠળ House બાંધી રહ્યો હોવાનો પુરાવો.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 અરજી કરવાની રીત

સ્ટેપ 1 : સૌપ્રથમ PMAY ની સત્તાવાર https://pmaymis.gov.in/ પર લોગિન કરો

સ્ટેપ 2 : ત્યારબાદ અરજદારોએ મુલ્યાંકન (Citizen Assessment) ઓપ્શન પસંદ કરો. અને પછી સ્ક્રીન પર આપેલ કોઈ 1 વિકલ્પ પર ક્લિક કરો

સ્ટેપ ૩ : હવે આધાર કાર્ડની માહિતી દાખલ કરો અને ચેક બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4 : ત્યારબાદ તમને Next Page રીડાયરેકટ કરવામાં આવશે. 

સ્ટેપ 5 : મહત્વપૂર્ણ વિગતો ભરો નામ, નંબર, બેંક ખાતાની વિગત અને અન્ય માહિતી ભરવાની રહેશે.

સ્ટેપ 6 : તમામ માહિતી ભર્યા બાદ નીચે સ્ક્રોલ કરીને Captcha code દાખલ કરો અને સેવ બટન પર ક્લિક કરો.

નોંધ : જો તમને લાગે કે તમારા થી કોઈ ખોટી માહિતી દાખલ થઇ ગઈ છે અને અરજી ફોર્મ સબમિટ કરી દીધું છે તો ચિતા કરવાની જરૂર નથી. આધાર કાર્ડ ના નંબર નો ઉપયોગ કરીને અરજી ફોર્મમાં સુધારા વધારા કરી શકો છો. તમે અરજી ફોર્મ ની પ્રિન્ટ પણ કાઢી શકો છો.

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.