ITBP Constable Bharti 2024 : ભારત તિબ્બત સીમા પોલીસ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડસમેન (મોચી અને દરજી) ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. અરજી ફોર્મ ની અંતિમ તારીખ 18 ઓગસ્ટ 2024 છે.
ITBP Constable Bharti 2024
ITBP Constable Bharti 2024 : દેશના સુરક્ષા દળોમાં એટલે કે ITBP માં નોકરી મેળવવાનું ઈચ્છુક યુવાનો માટે શાનદાર તક છે. આપણે જણાવીએ કે ભારત તિબ્બત સીમા પોલીસ (ITBP) માં કોન્સ્ટેબલ ટ્રેડસમેન (મોચી અને દરજી) પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવેલ છે. જાહેરાત અનુસાર, કોન્સ્ટેબલ ટ્રેડસમેન અતર્ગત મોચી અને દરજી માટે 51 જગ્યાઓ. જેમાં 18 જગ્યાઓ પર કોન્સ્ટેબલ દરજી પોસ્ટ માટે અને 33 જગ્યાઓ કોન્સ્ટેબલ મોચીની પોસ્ટ માટે. આ ITBP ભરતી માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવા માટે એમની વેબસાઈટ recruitment.itbpolice.nic.in પર જઈને કરી શકાય છે. આ ITBP ભારતીના ફોર્મ 20 જુલાઈથી શરુ કરવામાં આવશે. અને અરજી ફોર્મ ની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2024 ના રોજ પૂર્ણ કરવામાં આવશે.
આ પણ વાંચો : ગ્રેજ્યુએટ પાસ માટે આવી ઇન્ડિયન બેંક માં 1500 જગ્યાઓની ભરતી
ITBP કોન્સ્ટેબલ ભરતી 2024 માં 10ટકા જગ્યાઓ માજી શૈનીક માટે અનામત છે. સાથે જ આ ભરતી માટે સ્ત્રીઓને પણ રીજર્વેશન મળશે. અને કોન્સ્ટેબલ દરજીની 2 પોસ્ટ માટે અને કોન્સ્ટેબલ મોચીની જગ્યા માટે મહિલાઓને રીઝર્વ છે. આમ કોન્સ્ટેબલ દરજીની 16 જગ્યા અને મોચીની 28 જગ્યા પુરુષો માટે છે.
ITBP કોન્સ્ટેબલ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
ITBP કોન્સ્ટેબલ દરજી અને કોન્સ્ટેબલ મોચી ની જગ્યાઓ માટે ધોરણ 10 પાસ હોવું જોઈએ. સાથે જ અરજદારો પાસે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને ITBP માંથી 1 વર્ષનું અનુભવ સર્ટીફીકેટ પણ જરૂરી છે. આ ITBP ભરતી માટે ઉંમર મર્યદા 18 વર્ષ થી 33 વર્ષ ની હોવી જોઈએ.
ITBP Constable Bharti 2024 પસંદગી પ્રક્રિયા
અરજદારોની પસંદગી માટે ફીઝીકલ ઓફીશીયન્સી ટેસ્ટ (PET), PST ટેસ્ટ, દસ્તાવેજ ચકાસણી, લેખિત પરીક્ષા અને મેડીકલ ટેસ્ટ દ્વારા પસંદગી કરવામાં આવશે.