Indian Army Bharti 2024 : ઇન્ડિયન આર્મી માં NCC સ્પેશીયલ એન્ટ્રી સ્કીમ 57 માં કોર્સનું જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. NCC Special Entry Scheme Course માટે ઇન્ડિયન આર્મીની ઓફીશીયલ વેબસાઈટ પોર્ટલ joinindianarmy.nic.in પર વીજીટ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
Indian Army Bharti 2024
Indian Army Bharti 2024 : ઇન્ડિયન આર્મીમાં NCC Special Entry Scheme Course 57 માં કોર્સ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. જેના દ્વારા આર્મી માં સીધી ભરતી કરવામાં આવશે. NCC Special Entry Scheme અંતર્ગત ભરતીમાં NDA કે CDS ની જેમ Written Exam પાસ કરવી નહી પડે. પરંતુ ડાયરેક્ટ SSB ઇન્ટરવ્યુ થશે.
NCC Special Entry Scheme Course માટે joinindianarmy.nic.in વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરી શકે છે. અરજી ફોર્મ ની અંતિમ તારીખ 09 ઓગસ્ટ 2024 છે. આ ઇન્ડિયન આર્મી ભરતી 2024 માટે Unmarried Male અને Female બંને અરજી ફોર્મ ભરી શકે છે. અને કોર્સ પૂર્ણ કર્યાબાદ આર્મીમાં લેફ્ટનેન્ટ પર શોર્ટ સર્વિસ કમીશન પણ મળશે. જેનો પગાર IAS Officer ના બેઝીક પગાર જેટલો હોય છે.
Army NCC Special Entry 2024 કેટલી જગ્યાઓ છે ?
NCC Special Entry 2024 માં ટોટલ 76 જગ્યા છે. જેમાંથી 6 જગ્યાઓ મહિલાઓ માટે અને 70 જગ્યાઓ પુરુષો માટે છે. 7 જગ્યા પુરુષોની અને મહિલાઓ માટે 1 સીટ યુધ્ધમાં ઈજાગ્રસ્તોના બાળકો માટે અનામત છે.
Army NCC Special Entry 2024 શૈક્ષણિક લાયકાત
NCC Special Entry 2024 માટે યુવાઓ પાસે કોઈપણ માન્યતાપ્રાપ્ત કોલેજ માંથી ગ્રેજ્યુએટ ડીગ્રી સાથે 50% માર્ક હોવા જોઈએ. કોલેજના આખરી વર્ષનું અભ્યાસ બાકી હોય તે ઉમેદવારો પણ અરજી કરી શેક છે. પરંતુ તેમેણે ગત વર્ષની માર્કશીટ માં 50% ટકા હોવા જોઈએ. તે સિવાઈ યુવાઓ પાસે NCC C Certificate ઓછામાં ઓછા B Grade સાથે કરેલ હોવું જોઈએ. અને શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી મેળવવા માટે જાહેરાત વાંચો.
આ પણ વાંચો : ઇન્ડિયા પોસ્ટ ઓફસ માં આવી 44228 જગ્યાઓની ભરતી, અહી જાણો વધુ માહિતી
Army NCC Special Entry 2024 વય મર્યાદા
NCC Special Entry 2024 માટે અરજદારોની વય 19 વર્ષ થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજી ફોર્મ ભરનારનો જન્મ 02/01/2000 પહેલા અને 01/01/2006 પછી થયો હોય તેવા ઉમેદવાર માન્ય રહેશે.
Army NCC Special Entry 2024 કેટલો મળશે પગાર ?
NCC Special Entry 2024 કોર્સ પૂર્ણ કર્યા બાદ લેફ્ટનેન્ટ પોસ્ટ પર શોર્ટ સર્વિસ કમીશન મળશે. શોર્ટ સર્વિસ કમીશન સર્વિસ ના 14 વર્ષ હોય છે. લેફ્ટનેન્ટની સેલેરી રૂપિયા 56,100 થી 1,77,500 સુધીનો હોય છે.