Adarsh Nivashi Shala Bharti 2024 - આદર્શ નિવાસી શાળા અરવલ્લી દ્વારા ભરતીની જાહેરાત ૨૦૨૪ - માન. કમિશ્રરશ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં નીચે આપેલ વિષય વાઈસ શિક્ષકોની જગ્યા ઉપર આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ના ઠરાવ ક્રમાંક નંબર TDD/ANS/e-file/25/2022/1142/G, સચિવાલય ગાંધીનગર ના તારીખ 20/06/2024 ની જોગવાઈ મુજબ તદન કામચલાઉ (Contract Basis) અને હંગામી ધોરણે તાસપધ્ધ્તીથી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવેલ છે.
Adarsh Nivashi Shala Bharti 2024
Adarsh Nivashi Shala Aravalli Bharti 2024: અરજી કરવામાં માંગતા ઉમેદવારોએ જરૂરી લાયકાત તેમજ શૈક્ષણિક અનુભવ ધરાવતા ઉમેદવારોએ પોતાના સ્વહસ્તાક્ષર અરજી, જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ - 10 માં નીચે જણાવેલ સ્થળે રૂબરૂ અથવા રાજી. પોસ્ટ એ.ડી. થી મોકલી આપવાની રહેશે, ત્યારબાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
આદર્શ નિવાસી શાળા ભરતી ૨૦૨૪ હાઈલાઈટ
- ભરતી બોર્ડ : આદર્શ નિવાસી શાળા અરવલ્લી
- પોસ્ટ નામ : પ્રવાસી શિક્ષક
- જગ્યાઓ : - 06
- લોકેશન : ગુજરાત
- છેલ્લી તારીખ : 10 દિવસ ના અંદર
- અરજીનો પ્રકાર : ઓફલાઈન ફોર્મ
પોસ્ટનું નામ :
- પ્રવાસી શિક્ષક
શાળાનું નામ:
- આદર્શ નિવાસી શાળા (કુ) ભિલોડા જીલ્લો અરવલ્લી
- આદર્શ નિવાસી શાળા (મિશ્ર) મેઘરજ જીલ્લો અરવલ્લી
કુલ જગ્યાઓ:
- 06
જરૂરી શરતો :
- ઉમેદવાર જે તે વિષયના ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- સરકારશ્રીના ધારાધોરણ મુજબ પ્રવાસી શિક્ષકોને તાસદીઠ માનદ વેતન ચુકવવામાં આવશે.
- પ્રવાસી શિક્ષકની નિમણુક શૈક્ષણિક સત્ર સુધી માર્યાદિત રહેશે.
- સરકારશ્રી દ્વારા કાયમી શિક્ષકની નિમણુક તથા તાસ પ્રધ્ધ્તીના શિક્ષકની સેવા આપોઆપ રદ્દ થશે.
- વિશેષ Educational Qualification તથા Experience ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે.